Heritage Breakfast @ Chandravilas Restaurant, Ahmedabad


Me & My Daughter at Chandravilas, Gandhi Road, Ahmedabad

ઘણાં સમય ની અધૂરી રહેલી ઈચ્છા આજે પુરી થઈ. ઘર થી દુર હોવાને કારણે ઘણીવાર નક્કી કર્યા છતાં આળસ ને કારણે જઇ શક્યો. પણ આજે તો Chandravilas ની મુલાકાત લઈ લીધી.

ઘરે ચંદ્રવિલાસ ના ફાફડા જલેબી જોઈ મારા પિતાજી ખુશ થઈ ગયા. એમની જુવાની ના દિવસો માં એમણે મિત્રો સાથે અહીંયા વિતાવેલ ક્ષણો યાદ કરી. 50 પૈસા માં કે 1 રૂપિયા માં દાળ અને ભાત પણ ફેમસ. નાનું ડોલચુ લઈ ને જવાનું.. એટલે એમાં દાળ ભરી આપે. 1965 ની વાત છે.

Kitchen @ Chandravilas Restaurant
ચંદ્રવિલાસ આજના પોશ રેસ્ટોરાં જેવી નથી. સિમ્પલ લૂક, કોઈ કુપન સિસ્ટમ નહીં, કોઈ ઝાકઝમાળ નહીં કાંઈ નહીં. હાઇજિન નું વધારે પડતું ધ્યાન રાખનાર માટે જગ્યા નથી. જોકે, એટલું કઇ ગંદુ પણ નથી. ક્લીન હતું. પણ આપણ ને શુ કે સોફીસ્ટીકેશન નો દંભ ક્યારેક નડી જતો હોય છે અને એટલે આવી સાદી જગ્યા જવાનું ટાળતા હોઈએ છીએ. બાકી જગ્યા અમિતાભ બચ્ચન, સરદાર પટેલ, રાજકપુર જેવી હસ્તી પણ નાસ્તો કરી ને ગઈ છે.

સસ્મિત ચહેરે કાઉન્ટર પર બેઠેલા ભાઈ વેલકમ કર્યું. અને અમદાવાદ ની હેરિટેજ વાનગી ફાફડા જલેબી મેં જ્યારે ઓર્ડર કરી.. ત્યારે ભાઈ રિકવેસ્ટિંગ ટોન માં 'ફાફડા ત્યાં જઈ ને લઈ લેશો ભાઈ?' ... એમ કહ્યું... સાંભળતા 100 વર્ષ થી પણ વધારે જૂનો અમદાવાદી વિવેક ઉડી ને આંખે વળગ્યો.
Yummy!! 

હવે વાત, ફાફડા જલેબી ની. બંને આઈટમ મસ્ત. ઓથેન્ટિક અમદાવાદી ટેસ્ટ. વર્ષો થી ઓશવાલ ની જલેબી ખાધી હતી... જલેબી ઠંડી થાય પછી નહોતી ભાવતી. ચંદ્રવિલાસ ની જલેબી ઠંડી થયા પછી પણ એટલી મધુરી લાગી. અહીંયા ઓશવાલ ની જલેબી નથી સારી એવું નથી કહી રહ્યો પણ નવો ટેસ્ટ બહુ ગમ્યો. ફાફડા સાથે ના પપૈયા છીણ અને કઢી તો બેસ્ટ. એકલા પણ ખાઈ શકો


સાથે પુરીભાજી પણ લીધા. ઝીણા સમારેલા કાંદા અને મરચાં સાથે સુકીભાજી અને પૂરી ખાવાની પણ મજા પડી

વખતે તો પાર્સલ લઈ ને ઘરે નાસ્તો કર્યો. નેક્સટ ટાઈમ ત્યાં જઈ ને સવાર ની ચા થી માંડી ને બપોર ની ગુજરાતી થાળી સુધી નો પ્રોગ્રામ ફાઇનલ

ખરેખર મને તો મજા આઈ... કોઈ ને પણ આવે.



Comments

Post a Comment